હવે ખેતર માં
ચડીયા વધુ ને પાક ઓછો છે,
ખબર નથી પડતી
કોણ કોને સાચવે છે?
પ્રતિમા પંડ્યા
પથુભા : આપડી નવી ગાડી ઉપર એવું કાંઇક લખી દે...
કે જોતા વેત ખબર પડી જાય કે કોની ગાડી છે.......
પેઇન્ટરે લખ્યું : " દરવાજો બહારની તરફ઼ ખુલે છે..."
દોસ્ત, કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે,
તું તમા ના લેશ કર, બસ ખેલતો જ ને ટેસ કર
-સાઇ મકરંદ
લોઢું ગરમ જોઈએ, પણ હતોડા એ તો ઠંડા જ રહેવું જોઈએ. હથોડો ગરમ થઇ જાય તો પોતાનોજ હાથ બાળે - સરદાર વલ્લભભાઈ પટેલ
તને સમય નથી ને મારો સમય નથી,
કોને કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
બાપુભાઈ ગઢવી
વાત મારી માનશે એવુય કંઈ નથી
આમ પણ મારે હવે કે'વું ય કંઈ નથી
આમ પોતાનો નથી ગણતા મને કડી
આમ પાછું પારકા જેવુય કંઈ નથી
મકરંદ મુસળે
છે ભૂલા પાડવાનો એક જ ફાયદો
કેટલા રસ્તા પરિચિત થાય છે
- અમિત વ્યાસ
બાપુ સિગારેટ પીતા'તા .
પટેલ " બાપુ કઈ સિગારેટ છે"
બાપુ " ટુ સ્ક્વેર "
પટેલ " બાપુ ફોર સ્ક્વેર સાંભળી છે આ..?
બાપુ " તે આ એનુજ ઠુંઠું છે અલ્યા ..."
હજી સુધી
કોઈ દીવા ની જ્યોત
અંધારા ને કારણે
હોલવાઈ ગઈ હોય
એવું બન્યું નથી.
-ગુણવંત શાહ
નવીનતા ને ના ઠુકરાઓ
નવીનતા પ્રાણ પોષક છે
જુઓ, કુદરત તરફથી
શ્વાસ પણ જુના નથી મળતા - મરીઝख़ुसरो दरिया प्रेम का, उलटी वा कि धार
जो उतरा सो डूब गया, जो डूबा सो पार
No comments:
Post a Comment